Sunday, 5 April 2020

“વ્યથાનાં વીતક": વયના વાઘા ઉતારીને વગર ટાઈમમશીને બચપણની યાદોમાં લઈ જતું પુસ્તક 
- સુબોધ પરમાર 




      વ્યથાના વીતકની શરૂઆતમાં જ એક અબળખા વ્યક્ત કરતાં લેખક જોસેફ મેકવાને જે લખ્યું છે કે જે સાહિત્ય જિવાતા જીવનથી વંચિત નહીં હોય તે ચિરંજીવ બની રહેવાનું એ આ પુસ્તક વાંચ્યા પછી યથાર્થ લાગે છે. 
       વયના વાઘા ઉતારીને બચપણમાં વગર ટાઈમ મશીને મોકલી આપે એવું આ પુસ્તક મને લાગ્યું છે. એમાંય ખાસ કરીને જો આપણું બાળપણ ગ્રામીણ વિસ્તારમાં વિત્યું હોય તો બાળપણ આંખ સામે ખડું કરી દે એટલું અદભુત પુસ્તક છે. ચરોતર વિસ્તારનું ગ્રામીણ જીવન જૉસેફ દાદાએ બખુબી વર્ણવ્યું છે અને એટલે જ નીરવ પટેલે કહેવું પડ્યું છે કે હરેક જમાનાને એનો જૉસેફ દાદો મળે. આ પુસ્તક વાંચતા વાંચતા આપણાં ગામના પાત્રો અને ગામડે ગાળેલું બચપણ ના સાંભરે તો લેખકનું લખવું વ્યર્થ જાય.

        "હતી ત્યારે મારે ત્રણ-ત્રણ મા હતી!" થી શરૂ થતું અને "બહેરું આયખું: મૂંગી વ્યથા" ની ડાહી સાથે પૂરું થતું રેખાચિત્રોનું આ પુસ્તક એ મારા માટે ફક્ત પુસ્તક નહીં પણ મારા બાળપણના ગામડાના જીવનનો અને એમાં સાથે રહેલા પાત્રોના સરનામાંનો દસ્તાવેજ બની રહ્યું છે. 

       લેખકે રજુ કરેલું એમની માના મોતનું ચિત્ર અને એ પછીના દ્રશ્યો મને એક દશકા પહેલાના અતીતમાં લઈ ગયેલા અને મારી માનો ચહેરો બતાવ્યો જે મને કોલેજ જતી વખતે એના થાક્યાપાક્યા શરીરે પણ ખાવાનું બનાવીને ડબ્બામાં ભરી આપવાની જિદ કરતી હતી અને એ જિદ અલગ પ્રકારની જિદ હતી. તે પછી હું કોઈ દિવસ એના હાથનું ખાવા નથી પામ્યો. કલ્પનાઓથી વેગળી અને વાસ્તવિકતાની વેદી પર ચઢેલી આ બધી વાતો જૉસેફદાદાની જેમ કેટલાયનાંયે વ્યથાનાં વીતક હશે. 

      મગનની જેમ દરેકનો એક ભેરુ હશે જેની ભાઈબંધી છેક મરતા લગણ નિભાવવાના કોલ આપ્યા હશે. મગનની પત્ની લક્ષ્મી સાથેનો લેખકનો ભેટો અને ત્યારબાદનો લક્ષ્મી સાથેનો સંવાદ અને મગનના મૃત્યુ બાદ એની કબર પર માટી નાંખતી વેળાએ છેલ્લી વેળાએ પોકારી ઉઠતું લેખકનું મન અને એ શબ્દો ખરેખર હૃદય કંપાવી નાંખે એવા છે. 

          પાનીભાભી અને જીવીકાચીના સાસુ વહુના સંબંધો અને સંવાદો તથા ગોરધનની જોડે ગધ્ધાવૈતરું કરીને અને પોતાની પર જ વરસતું ગોરધનનું મર્દાનગીપણું પણ કોઈ નારાજગી કે હરખશોખ વગર સહન કરીને જીવન ગુજારવાની અને કોઈ જાતના અભરખા વગર આયખું કાઢી નાખવાની પાનીભાભીની પ્રતિબદ્ધતા ખરેખર નવાઈ પમાડે એવી છે. 

             તારાનું પાણી ભરવું અને બાઇબલ લઈને ઉભેલા પાદરી, આમાં “ભગવાનનું માણહ” કોને ગણવું એ અઘરું કરી મુકે છે અને બદલાતો ધર્મ પણ કેવી રીતે જાતિવાદી માનસિકતા જાળવી રાખે છે એનું ઉદાહરણ પુરું પાડે છે. જૉસેફદાદાનો સતિયો, હાઈસ્કૂલમાં હંમેશા મારો સાથ કરવા મારે ઘરે આવતા મારા લંગોટિયા મિત્રોની યાદ અપાવે છે. તો શાળામાં અમે પ્રાર્થના વખતે વગાડતા વાજિંત્રોના સૂર કાનમાં ગુંજતા કરે છે. જૉસેફદાદાના સતિયાની જેમ આજે મારી સાથેનો મોહન પણ નથી રહ્યો કે ભાવેશ પણ નથી રહ્યો અને અમને પ્રાર્થના ગવડાવતા કૈલાશબહેન, જેમના માટે દુનિયા એ અંધારો કૂવો બની ગયેલી એમને પણ પ્રાથમિક શાળાના અભ્યાસ પછી જોયા નથી એ તમામની યાદ અપાવે છે. 

             ભવાન ભગતનો માર્ગદર્શક તરીકેનો રોલ અદ્ભૂત છે. છોકરાઓને વાર્તા કહીને ડરાવવાના અને પછી એમની પરીક્ષાઓ લેવાની. 
           લેખકના જીવનમાં આવતા તમામ પાત્રો અને જીવનશૈલી જો તમે ગામડામાં જીવન ગાળ્યું હોય તો અહીં તમારૂ જ જીવન આલખ્યું હોય એવું ચોક્કસપણે પ્રતીત થાય છે.
            લેખકના જીવનમાં આવેલી દરેક સ્ત્રીના રૂપનું જે શાબ્દિક આલેખન કરાયું છે એ આપણી નજર સમક્ષ એક દેહાકૃતિ ખડી કરી દે છે. આવી જ એક સુંદર એવી હેઝલ પદમણી અને રૂડાંનો એને મરશિયા નહીં ગાવાનો આપેલો હુકમ પણ દુઃખની વ્યથામાં ગવાઈ ગયેલા મરશિયા અને રતનની સલાહ પછી શહેરના ડૉક્ટરના અભડાવ્યા બાદ ખોવાઈ ગયેલી હેઝલ એ એવી કેટલીય હેઝલની કહાનીઓ વ્યક્ત કરે છે જે આજસુધી પાછી નથી આવી. 
           
               કદાચ ઉકમલ્લનો બાબાસાહેબને ભેટો થઈ ગયો હોત તો ઉકમલ્લે બાબાસાહેબને પણ પુછી લીધું હોત કે તમે તો શહેરમાં આવવાનું કીધું હતું પણ સર્કસની જ્વાળાઓમાં રોજ પસાર થયા પછી પણ એ જ્વાળાઓ મારું કંઈ બગાડી નહોતી શકી પણ આ જાતિવાદની જ્વાળાઓએ તો મારું સાત પેઢીનું નખ્ખોદ વાળી દીધું છે. બાબા તમે તો શહેરમાં આવવાનું કહ્યું ને અમે આવ્યા પણ અમારૂ જીવતર તો આ શહેરના ભણેલા ગણેલા જાતિવાદીઓએ જ નરક બનાવી દીધું. હવે શું કરવું?? 
         
             જો સૌથી આશ્ચર્ય પમાડે એવું પાત્ર હોય તો જેઠાકાકા. ગમ્મે તેવા સંજોગો હોય પણ પરપીડાને પામવાનો પ્રયત્ન કરતો માણસ એટલે જેઠાકાકા. ને પટાકકાકાનું પાત્ર એટલે બાળપણમાં આપણા ક્રિકેટ રમવા સામે જેટલા લોકોને વાંધો હતો એ બધા પાત્રો. પટાકકાકાનું ચિત્રણ વાંચતા મારા ગામના લોલક ડોસા અને અમરત પોલીસ યાદ આવ્યાં કરતાં હતાં.
               
                 "જે સંબંધો કદી હતા જ નહીં એને સુખના સરનામે ફરી શરૂ કરવાના કોડ નથી" કહેતો જસ્યો નેપાડો અને ગામ સાંભરતા જ એની આંખ સામે ફૂંકાતું વ્યથાનું વાવાઝોડું અને જસ્યાની ગંદકીભર્યું રૂપ પણ લેખકે જે રીતે વર્ણવ્યું છે એ ખરેખર અદ્ભુત છે.
   
            "ઘરનો દીવો" માના આશીમા અને પશીવહુની વ્યથાએ તો માઝા મુકી છે. કદાચ આશીમાને પશીવહુનું જીવતર પોતાનો પુનઃજન્મ અને પશીવહુને આશીમાનું જીવન પોતાનો પુર્વજન્મ લાગતું હશે. લેખકે બહુ સરસ રીતે સાસુ-વહુના હેતભર્યા સંબંધોની સાથે સાથે જિંદગીના અભાવોમાં પણ સમાન પ્રકારે જોમ અને જુસ્સાથી જિંદગી સામે બાથ ભીડનારી સ્ત્રીઓની બબ્બે પેઢીઓ દર્શાવી છે. સાથેસાથે ગામડાના ગરીબો વ્યાજની ચક્કીમાં કેવી રીતે પીસાય છે અને ત્રણ ત્રણ પેઢી સુધી એની કેવી અસર વર્તાય છે એની વાત રજુ કરી છે. આ બધામાં બંને સ્ત્રીઓની ખુમારી ઉડીને આંખે વળગે છે. ગામના પટેલનું દેવું ભરતાં ભરતાં જ પોતાના દેવાને ખોઈ દેતી પશીવહુ કરતાંય દયાજનક સ્થિતિ તો આશીમાંની થઈ હશે. જે પ્રકારે બંને સ્ત્રીઓએ પોતાનું જીવન વિતાવ્યું એ પરથી તો ઘરના સાચા દિવાસ્વરૂપ એ બંને જ છે .

             આટઆટલી વ્યથાઓની આપવીતી પછી પણ જો શરીરમાં કંપવા આવવાનું અને પોપચાં પલળવાનું બાકી રહ્યું હોય તો એ કસર "બહેરું આયખું : મૂંગી વ્યથા" ની ડાહીનું જીવન પુરી કરી દે છે.

                 ખરેખર, બહુ સુંદર પાત્રો અને પ્રસંગો રજૂ કર્યા છે જૉસેફદાદાએ. આ પુસ્તક ગામડાના દરેક વાચકને પોતાનું બાળપણ યાદ ન કરાવે તો જ નવાઈ. જે રીતે પાત્રોની સુંદરતાને શબ્દોથી રજૂ કરી છે એ અદભુત છે. ગ્રામ્ય જીવનના બે જાતિઓ વચ્ચેના અને એક જાતિની બે પેટાજાતિઓ વચ્ચેના આંતરવિરોધો, ગામના ખેતરમાં તમાકુની ખળીઓમાં ખેલાતો ખેલ, જવાનીને રાન- રાન અને પાન-પાન કરતી ગરીબી હૈયું હચમચાવી નાખે એવી છે. આ પુસ્તક વાંચવા પ્રેરણા આપનાર ચંદુ મહેરિયા અને પુસ્તક વાંચવા આપનાર સાથી ગોપીનો ખૂબ ખૂબ આભાર.

Wednesday, 1 April 2020

अब हमें यह पहले फोटो और विडियो पोस्ट करके कुछ लिखना भी नही चाहिए ना?? वरना आप कहेंगे कि


चुप, इस माहौल में पॉलिटिक्स कर रहे है शर्म आनी चाहिए। सरकार के खिलाफ एक लफ्ज नही बोलना चाहिए भले जान ही क्यों ना चली जाए। सरकार मुसलमान थोड़ी न है कि हम जो मर्जी गाली दे शके। गालिया तो सिर्फ मुसलमानो को ही पड़ेगी।

मुसलमानो को समझ लेना चाहिए की वह मुसलमान। आप चाहें कितने फूड पैकेट बना ले या चाहे कितनो की मदद कर ले। गालियाँ तो आप को ही पड़ेगी।

भले ही प्रधानमंत्रीजी ट्रंप की महमान नवाजी में कोरोना पे ध्यान देना भुल गये हो, गालियाँ तो आप को ही पड़ेगी।

भले ही सरकार के फैसलों की वजह से मजदूरों के हालात बदतर हो गये हो पर सरकार से क़ोई कुछ नही बोलेगा। यह वक्त पोलिटिक्स का थोड़ी न है। यह तो मुसलमानो को गालियां देने का है। इसीलिये गालियाँ तो आप को ही पड़ेगी।

भले ही थाली बजाते वक्त पाकिस्तान से मैच जीत लिया हो इस तरह से झंडे लेकर लोग सड़कों पर आ जाये। वह लोग मजहब से नही पहचाने जायेंगे। वह तो रहेंगे कुछ लोग ही। मजहब तो मुसलमानो का ही देखा जाएगा। इसीलिए गालियाँ तो आप ही को ही पड़ेगी।

भले ही गांधीनगर में कोरोना के मरीज लोगो की जान खतरे में डालते रहे। उन्हें मजहब के चश्मे से नही देखा जायेगा। देखा जायेगा तो सिर्फ मुसलमानो को ही। इसीलिए गालियाँ तो आप को ही पड़ेगी।

अब शर्म किसे आनी चाहिए यह आप खुद ही फैसला कीजिये। कुछ लोग अगर लोक डाउन का भंग करते है तो उन्हें लोग क्यों नही समजा जाता? क्या सिर्फ लोग होना आम बात और मुसलमान होना ही गुनाह है?

अब तो हद हो गई है कि एक बीमारी को भी कॉम्युनल बना दिया गया है। कोरोना भारत मे तुम भी कॉम्युनल हो गए हो।

इस पोस्ट के बाद मेरे WhatsApp में गालियां और मैसेज आने तय है जो कि पहले से आ रही है इसलिए वह भी कर लीजियेगा।

पहली फोटो कैसा राशन आज मिला उसका है
दूसरी वीडियो राशन की चोरी होने की आशंका पर लोगो ने कैसे हंगामा किया उसका है।
तीसरी फोटो गुजराती न्यूज पेपर की है जिसमे कैसे दुबई से आये लड़के की लापरवाही से गांधीनगर में कोरोना का खतरा बढ़ दिया वह दिखाया है।
चौथी फोटो कैसे मुझे पहचानने वाले मुजे मुस्लिमो के नाम पे नफरत वाले मेसेज करते है उसका है।