Sunday, 5 April 2020

“વ્યથાનાં વીતક": વયના વાઘા ઉતારીને વગર ટાઈમમશીને બચપણની યાદોમાં લઈ જતું પુસ્તક 
- સુબોધ પરમાર 




      વ્યથાના વીતકની શરૂઆતમાં જ એક અબળખા વ્યક્ત કરતાં લેખક જોસેફ મેકવાને જે લખ્યું છે કે જે સાહિત્ય જિવાતા જીવનથી વંચિત નહીં હોય તે ચિરંજીવ બની રહેવાનું એ આ પુસ્તક વાંચ્યા પછી યથાર્થ લાગે છે. 
       વયના વાઘા ઉતારીને બચપણમાં વગર ટાઈમ મશીને મોકલી આપે એવું આ પુસ્તક મને લાગ્યું છે. એમાંય ખાસ કરીને જો આપણું બાળપણ ગ્રામીણ વિસ્તારમાં વિત્યું હોય તો બાળપણ આંખ સામે ખડું કરી દે એટલું અદભુત પુસ્તક છે. ચરોતર વિસ્તારનું ગ્રામીણ જીવન જૉસેફ દાદાએ બખુબી વર્ણવ્યું છે અને એટલે જ નીરવ પટેલે કહેવું પડ્યું છે કે હરેક જમાનાને એનો જૉસેફ દાદો મળે. આ પુસ્તક વાંચતા વાંચતા આપણાં ગામના પાત્રો અને ગામડે ગાળેલું બચપણ ના સાંભરે તો લેખકનું લખવું વ્યર્થ જાય.

        "હતી ત્યારે મારે ત્રણ-ત્રણ મા હતી!" થી શરૂ થતું અને "બહેરું આયખું: મૂંગી વ્યથા" ની ડાહી સાથે પૂરું થતું રેખાચિત્રોનું આ પુસ્તક એ મારા માટે ફક્ત પુસ્તક નહીં પણ મારા બાળપણના ગામડાના જીવનનો અને એમાં સાથે રહેલા પાત્રોના સરનામાંનો દસ્તાવેજ બની રહ્યું છે. 

       લેખકે રજુ કરેલું એમની માના મોતનું ચિત્ર અને એ પછીના દ્રશ્યો મને એક દશકા પહેલાના અતીતમાં લઈ ગયેલા અને મારી માનો ચહેરો બતાવ્યો જે મને કોલેજ જતી વખતે એના થાક્યાપાક્યા શરીરે પણ ખાવાનું બનાવીને ડબ્બામાં ભરી આપવાની જિદ કરતી હતી અને એ જિદ અલગ પ્રકારની જિદ હતી. તે પછી હું કોઈ દિવસ એના હાથનું ખાવા નથી પામ્યો. કલ્પનાઓથી વેગળી અને વાસ્તવિકતાની વેદી પર ચઢેલી આ બધી વાતો જૉસેફદાદાની જેમ કેટલાયનાંયે વ્યથાનાં વીતક હશે. 

      મગનની જેમ દરેકનો એક ભેરુ હશે જેની ભાઈબંધી છેક મરતા લગણ નિભાવવાના કોલ આપ્યા હશે. મગનની પત્ની લક્ષ્મી સાથેનો લેખકનો ભેટો અને ત્યારબાદનો લક્ષ્મી સાથેનો સંવાદ અને મગનના મૃત્યુ બાદ એની કબર પર માટી નાંખતી વેળાએ છેલ્લી વેળાએ પોકારી ઉઠતું લેખકનું મન અને એ શબ્દો ખરેખર હૃદય કંપાવી નાંખે એવા છે. 

          પાનીભાભી અને જીવીકાચીના સાસુ વહુના સંબંધો અને સંવાદો તથા ગોરધનની જોડે ગધ્ધાવૈતરું કરીને અને પોતાની પર જ વરસતું ગોરધનનું મર્દાનગીપણું પણ કોઈ નારાજગી કે હરખશોખ વગર સહન કરીને જીવન ગુજારવાની અને કોઈ જાતના અભરખા વગર આયખું કાઢી નાખવાની પાનીભાભીની પ્રતિબદ્ધતા ખરેખર નવાઈ પમાડે એવી છે. 

             તારાનું પાણી ભરવું અને બાઇબલ લઈને ઉભેલા પાદરી, આમાં “ભગવાનનું માણહ” કોને ગણવું એ અઘરું કરી મુકે છે અને બદલાતો ધર્મ પણ કેવી રીતે જાતિવાદી માનસિકતા જાળવી રાખે છે એનું ઉદાહરણ પુરું પાડે છે. જૉસેફદાદાનો સતિયો, હાઈસ્કૂલમાં હંમેશા મારો સાથ કરવા મારે ઘરે આવતા મારા લંગોટિયા મિત્રોની યાદ અપાવે છે. તો શાળામાં અમે પ્રાર્થના વખતે વગાડતા વાજિંત્રોના સૂર કાનમાં ગુંજતા કરે છે. જૉસેફદાદાના સતિયાની જેમ આજે મારી સાથેનો મોહન પણ નથી રહ્યો કે ભાવેશ પણ નથી રહ્યો અને અમને પ્રાર્થના ગવડાવતા કૈલાશબહેન, જેમના માટે દુનિયા એ અંધારો કૂવો બની ગયેલી એમને પણ પ્રાથમિક શાળાના અભ્યાસ પછી જોયા નથી એ તમામની યાદ અપાવે છે. 

             ભવાન ભગતનો માર્ગદર્શક તરીકેનો રોલ અદ્ભૂત છે. છોકરાઓને વાર્તા કહીને ડરાવવાના અને પછી એમની પરીક્ષાઓ લેવાની. 
           લેખકના જીવનમાં આવતા તમામ પાત્રો અને જીવનશૈલી જો તમે ગામડામાં જીવન ગાળ્યું હોય તો અહીં તમારૂ જ જીવન આલખ્યું હોય એવું ચોક્કસપણે પ્રતીત થાય છે.
            લેખકના જીવનમાં આવેલી દરેક સ્ત્રીના રૂપનું જે શાબ્દિક આલેખન કરાયું છે એ આપણી નજર સમક્ષ એક દેહાકૃતિ ખડી કરી દે છે. આવી જ એક સુંદર એવી હેઝલ પદમણી અને રૂડાંનો એને મરશિયા નહીં ગાવાનો આપેલો હુકમ પણ દુઃખની વ્યથામાં ગવાઈ ગયેલા મરશિયા અને રતનની સલાહ પછી શહેરના ડૉક્ટરના અભડાવ્યા બાદ ખોવાઈ ગયેલી હેઝલ એ એવી કેટલીય હેઝલની કહાનીઓ વ્યક્ત કરે છે જે આજસુધી પાછી નથી આવી. 
           
               કદાચ ઉકમલ્લનો બાબાસાહેબને ભેટો થઈ ગયો હોત તો ઉકમલ્લે બાબાસાહેબને પણ પુછી લીધું હોત કે તમે તો શહેરમાં આવવાનું કીધું હતું પણ સર્કસની જ્વાળાઓમાં રોજ પસાર થયા પછી પણ એ જ્વાળાઓ મારું કંઈ બગાડી નહોતી શકી પણ આ જાતિવાદની જ્વાળાઓએ તો મારું સાત પેઢીનું નખ્ખોદ વાળી દીધું છે. બાબા તમે તો શહેરમાં આવવાનું કહ્યું ને અમે આવ્યા પણ અમારૂ જીવતર તો આ શહેરના ભણેલા ગણેલા જાતિવાદીઓએ જ નરક બનાવી દીધું. હવે શું કરવું?? 
         
             જો સૌથી આશ્ચર્ય પમાડે એવું પાત્ર હોય તો જેઠાકાકા. ગમ્મે તેવા સંજોગો હોય પણ પરપીડાને પામવાનો પ્રયત્ન કરતો માણસ એટલે જેઠાકાકા. ને પટાકકાકાનું પાત્ર એટલે બાળપણમાં આપણા ક્રિકેટ રમવા સામે જેટલા લોકોને વાંધો હતો એ બધા પાત્રો. પટાકકાકાનું ચિત્રણ વાંચતા મારા ગામના લોલક ડોસા અને અમરત પોલીસ યાદ આવ્યાં કરતાં હતાં.
               
                 "જે સંબંધો કદી હતા જ નહીં એને સુખના સરનામે ફરી શરૂ કરવાના કોડ નથી" કહેતો જસ્યો નેપાડો અને ગામ સાંભરતા જ એની આંખ સામે ફૂંકાતું વ્યથાનું વાવાઝોડું અને જસ્યાની ગંદકીભર્યું રૂપ પણ લેખકે જે રીતે વર્ણવ્યું છે એ ખરેખર અદ્ભુત છે.
   
            "ઘરનો દીવો" માના આશીમા અને પશીવહુની વ્યથાએ તો માઝા મુકી છે. કદાચ આશીમાને પશીવહુનું જીવતર પોતાનો પુનઃજન્મ અને પશીવહુને આશીમાનું જીવન પોતાનો પુર્વજન્મ લાગતું હશે. લેખકે બહુ સરસ રીતે સાસુ-વહુના હેતભર્યા સંબંધોની સાથે સાથે જિંદગીના અભાવોમાં પણ સમાન પ્રકારે જોમ અને જુસ્સાથી જિંદગી સામે બાથ ભીડનારી સ્ત્રીઓની બબ્બે પેઢીઓ દર્શાવી છે. સાથેસાથે ગામડાના ગરીબો વ્યાજની ચક્કીમાં કેવી રીતે પીસાય છે અને ત્રણ ત્રણ પેઢી સુધી એની કેવી અસર વર્તાય છે એની વાત રજુ કરી છે. આ બધામાં બંને સ્ત્રીઓની ખુમારી ઉડીને આંખે વળગે છે. ગામના પટેલનું દેવું ભરતાં ભરતાં જ પોતાના દેવાને ખોઈ દેતી પશીવહુ કરતાંય દયાજનક સ્થિતિ તો આશીમાંની થઈ હશે. જે પ્રકારે બંને સ્ત્રીઓએ પોતાનું જીવન વિતાવ્યું એ પરથી તો ઘરના સાચા દિવાસ્વરૂપ એ બંને જ છે .

             આટઆટલી વ્યથાઓની આપવીતી પછી પણ જો શરીરમાં કંપવા આવવાનું અને પોપચાં પલળવાનું બાકી રહ્યું હોય તો એ કસર "બહેરું આયખું : મૂંગી વ્યથા" ની ડાહીનું જીવન પુરી કરી દે છે.

                 ખરેખર, બહુ સુંદર પાત્રો અને પ્રસંગો રજૂ કર્યા છે જૉસેફદાદાએ. આ પુસ્તક ગામડાના દરેક વાચકને પોતાનું બાળપણ યાદ ન કરાવે તો જ નવાઈ. જે રીતે પાત્રોની સુંદરતાને શબ્દોથી રજૂ કરી છે એ અદભુત છે. ગ્રામ્ય જીવનના બે જાતિઓ વચ્ચેના અને એક જાતિની બે પેટાજાતિઓ વચ્ચેના આંતરવિરોધો, ગામના ખેતરમાં તમાકુની ખળીઓમાં ખેલાતો ખેલ, જવાનીને રાન- રાન અને પાન-પાન કરતી ગરીબી હૈયું હચમચાવી નાખે એવી છે. આ પુસ્તક વાંચવા પ્રેરણા આપનાર ચંદુ મહેરિયા અને પુસ્તક વાંચવા આપનાર સાથી ગોપીનો ખૂબ ખૂબ આભાર.

Wednesday, 1 April 2020

अब हमें यह पहले फोटो और विडियो पोस्ट करके कुछ लिखना भी नही चाहिए ना?? वरना आप कहेंगे कि


चुप, इस माहौल में पॉलिटिक्स कर रहे है शर्म आनी चाहिए। सरकार के खिलाफ एक लफ्ज नही बोलना चाहिए भले जान ही क्यों ना चली जाए। सरकार मुसलमान थोड़ी न है कि हम जो मर्जी गाली दे शके। गालिया तो सिर्फ मुसलमानो को ही पड़ेगी।

मुसलमानो को समझ लेना चाहिए की वह मुसलमान। आप चाहें कितने फूड पैकेट बना ले या चाहे कितनो की मदद कर ले। गालियाँ तो आप को ही पड़ेगी।

भले ही प्रधानमंत्रीजी ट्रंप की महमान नवाजी में कोरोना पे ध्यान देना भुल गये हो, गालियाँ तो आप को ही पड़ेगी।

भले ही सरकार के फैसलों की वजह से मजदूरों के हालात बदतर हो गये हो पर सरकार से क़ोई कुछ नही बोलेगा। यह वक्त पोलिटिक्स का थोड़ी न है। यह तो मुसलमानो को गालियां देने का है। इसीलिये गालियाँ तो आप को ही पड़ेगी।

भले ही थाली बजाते वक्त पाकिस्तान से मैच जीत लिया हो इस तरह से झंडे लेकर लोग सड़कों पर आ जाये। वह लोग मजहब से नही पहचाने जायेंगे। वह तो रहेंगे कुछ लोग ही। मजहब तो मुसलमानो का ही देखा जाएगा। इसीलिए गालियाँ तो आप ही को ही पड़ेगी।

भले ही गांधीनगर में कोरोना के मरीज लोगो की जान खतरे में डालते रहे। उन्हें मजहब के चश्मे से नही देखा जायेगा। देखा जायेगा तो सिर्फ मुसलमानो को ही। इसीलिए गालियाँ तो आप को ही पड़ेगी।

अब शर्म किसे आनी चाहिए यह आप खुद ही फैसला कीजिये। कुछ लोग अगर लोक डाउन का भंग करते है तो उन्हें लोग क्यों नही समजा जाता? क्या सिर्फ लोग होना आम बात और मुसलमान होना ही गुनाह है?

अब तो हद हो गई है कि एक बीमारी को भी कॉम्युनल बना दिया गया है। कोरोना भारत मे तुम भी कॉम्युनल हो गए हो।

इस पोस्ट के बाद मेरे WhatsApp में गालियां और मैसेज आने तय है जो कि पहले से आ रही है इसलिए वह भी कर लीजियेगा।

पहली फोटो कैसा राशन आज मिला उसका है
दूसरी वीडियो राशन की चोरी होने की आशंका पर लोगो ने कैसे हंगामा किया उसका है।
तीसरी फोटो गुजराती न्यूज पेपर की है जिसमे कैसे दुबई से आये लड़के की लापरवाही से गांधीनगर में कोरोना का खतरा बढ़ दिया वह दिखाया है।
चौथी फोटो कैसे मुझे पहचानने वाले मुजे मुस्लिमो के नाम पे नफरत वाले मेसेज करते है उसका है। 

Friday, 27 March 2020

અછૂત સમસ્યા - ભગતસિંહ


ગઇકાલે  ભગતસિંહ દ્વારા લખાયેલ બહુ સમય પહેલા વાંચેલો 'અછૂત સમસ્યા' લેખ વાંચ્યો.  સૌપ્રથમ તો આ લેખ 1923 માં એ વ્યક્તિએ લખ્યો જેનો જન્મ 1907 માં થયેલો. એટલે કે આ લેખ 16 વર્ષના કોઈ નવલોહીયાએ લખ્યો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ બિલકુલ ન લાગે. એ માણસની ચેતનાનું સ્તર કેટલું ઊંચું હશે કે જેણે 16 વર્ષની ઉંમરે (જ્યારે આપણામાના મોટેભાગે ધોરણ 10 કે 11માં ભણતા હોય) આવા વિષય પર એ જમાનામાં આટલું જોરદાર અને સટીક લખ્યું.


આજેપણ ભગતસિંહ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલો તો એ જ છે, બદલાઈ છે તો ફક્ત તારીખો. ભગતસિંહના આ લેખ પરથી ખ્યાલ આવે છે કે સત્તાધારી પક્ષ (આમાં રાજકીય અને સામાજિક બંનેનો સમાવેશ થાય) એ વખતે પણ અછુતોના સંગઠિત થવાથી અને બળવો કરવાથી કેટલો ડરતો હતો. (જો કે એ ડર એમની સત્તા ટકાવવા માટે અને સેવા કરવા કોણ આવશે એ બાબતનો પણ હતો જ).  16 વર્ષની વયે લખેલા આ લેખમાં એમણે યુરોપની ક્રાંતિની અને રુસની ક્રાંતિની પણ વાત કરી છે તથા ધર્મગ્રંથોના ચિંતનતત્વોની પણ. આ લખવા માટે એમણે કેટલું વાંચ્યું હશે!!???!! કારણ કે એ વખતે તો નહોતા આજના જમાના જેવા સ્માર્ટ ફોન કે નહોતું ગુગલ જેમાંથી જોઈને ફટાક કરતું વાંચી શકે.

આ લેખમાં મુસ્લિમ લીડર નુર મોહમ્મદનો ઉલ્લેખ પણ છે કે જેઓ બોમ્બે કાઉન્સિલના સભ્ય હતા એમના વિચારો પણ અદભુત છે. અસ્પૃશ્યોની વાત કરવાથી જે પરિસ્થિતિનો સામનો એમને ત્યારે કરવો પડેલો અત્યારે પણ એ જ પરિસ્થિતિ છે. લાલા લજપતરાયે પટનામાં હિંદુ મહાસભાની સભામાં ધર્મના ઠેકેદારોને અસ્પૃશ્યોને યજ્ઞોપવિત અને વેદ શાસ્ત્રો ભણવાનો અધિકાર છે એ માનવા માટે મહાપરાણે મનાવી તો લીધા પણ એમાં કઈ ખાસ આગળ વધ્યું હોય એવું લાગતું નથી. એટલે આજના દલિતો અને દલિતોના ગોર મહારાજને આ જે મંત્રો બોલવાનો અને યજ્ઞોપવિતનો અધિકાર મળ્યો હશે એ 1923 પછી એટલે હજી 100 વર્ષ પણ નથી થયા એ અધિકારને. તો બીજી બાજુ માલવીય જેવા નેતાઓ હજી પણ જોવા મળે જ છે. ધર્મપરિવર્તન વિશે પણ જે બબાલો ચાલી એના વિશે બહુ સટીક અવલોકન કરવામાં આવ્યું છે. કદાચ બામસેફના મિત્રોને પણ આ લેખ ગમશે કારણ કે આમાં આર્યો વિશે પણ વાત કરવામાં આવી છે.

ભગતસિંહે એ પણ બતાવ્યું છે કે જ્યારે શોષિત વર્ગને એક કરવામાં આવી રહ્યો હોય ત્યારે શાસક વર્ગ કેવી ચાલ અપનાવે છે મજૂર વર્ગની એકતા તોડવા માટે. જે દલીલો આજથી સો વર્ષ પહેલા આપવામાં આવતી હતી કે અછૂતો સાફ નથી રહેતા તે આજે પણ આપવામાં આવે જ છે. એટલે દલિતો માટે આ દલીલોનો ઉપયોગ કરતાં આજના કહેવાતા ઉચ્ચ વર્ગના સ્વ્ચ્છતાના મહારથીઓએ ભગતસિંહે લગભગ 100 વર્ષ પહેલા લખેલા આ લેખમાંથી બોધપાઠ લઈને એ સ્વીકારી લેવું જોઈએ કે તમારી દલીલ 100 વર્ષ જૂની અને વાસી થઈ ગઈ છે અને આજેપણ એ અપ્રસ્તુત જ છે અને એ અપ્રસ્તુત જ રહેવાની છે. 

એક તરફ ભગતસિંહે આ લેખમાં આ સમસ્યાનું નિરાકરણ કેટલું જરૂરી છે એ દર્શાવ્યું છે તો આ નિરાકરણ લાવવા શુ જરૂરી છે એ પણ બખુબી દર્શાવ્યું છે. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરોનો જે નારો બાબાસાહેબે આપેલો બરાબર એ જ અર્થ વાળી વાત ભગતસિંહે આ લેખમાં 1923 માં કરી દીધી છે. સાથોસાથ પ્રતિનિધિત્વની વાત પણ એમને એજ સમયે કરી દીધેલી.  સંગઠન શક્તિની તાકાત અને અને જરૂરિયાત વિશે એમણે બહુ  અદભુત વાત આ લેખમાં લખી છે. તેઓ અસ્પૃશ્યોને ઉદ્દેશીને લખે છે કે "संगठनबद्ध हो अपने पैरो पर खड़े होकर पूरे समाजको चुनौती दे दो। तब देखना, कोई भी तुम्हे तुम्हारे अधिकार देने से इनकार करने कि जुर्रत न कर शकेगा। तुम दुसरो की खुराक मत बनो।  लेकिन ध्यान रहे, नौकरशाही के झाँसे में मत फँसना।" 

અને છેલ્લે ભગતસિંહના શબ્દોમાં જ"तुम ही तो देश का मुख्य आधार हो, वास्तविक शक्ति हो, सोये हुए शेरो ! उठो, और बगावत खड़ी कर दो"

દરેકે આ લેખ એકવાર તો 13 મિનિટનો સમય કાઢીને બિલકુલ વાંચવો રહ્યો.
https://www.marxists.org/hindi/bhagat-singh/1923/achoot-samasya.htm
કોરોના વાયરસની મહામારીના સમયે મુખ્યમંત્રી રાહત ફંડમાં આવતા કરોડોના દાન બાબતે આ ફંડ વિશે પ્રો. હેમંતકુમાર શાહના ચોકાવનારા અને રસપ્રદ અવલોકનો 

ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડ: બંધારણ, કાયદો અને સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ
- પ્રો. હેમંતકુમાર શાહ
અત્યારે કોરોના વાયરસના સંદર્ભમાં ગુજરાત સરકાર મુખ્યમંત્રી રાહત ફંડમાં લોકોને દાન આપવા અપીલ કરી રહી છે અને લોકો પણ ઉદાર મને તેમાં નાણાં આપી રહ્યા છે. તુલનાત્મક રીતે સુખી લોકો, સંસ્થાઓ અને કંપનીઓ આ ફંડમાં નાણાં આપે છે. પરંતુ આ ફંડના વહીવટના સંદર્ભમાં કેટલાક પાયાના સવાલો ઊભા થાય છે. પારદર્શિતા અને સુશાસનની બહુ મોટી વાતો કરવામાં આવે છે પણ એ સિદ્ધાંત ગુજરાત મુખ્ય મંત્રી રાહત ફંડને આશ્ચર્યજનક રીતે લાગુ પડતો નથી! કેટલાક મુદ્દા જોઈએ:
(૧) આ ફંડ ૧૯૬૭માં રચાયું હતું. તે એક ખાનગી ફંડ છે, સરકારી નહિ. તેનો વહીવટ મુખ્ય મંત્રીના અધ્યક્ષપદ હેઠળની પાંચ સભ્યોની સમિતિ કરે છે. મહેસૂલ ખાતું તેનું સંચાલન કરે છે.
(૨) તેના નામને કારણે લોકોને તો એમ જ લાગે છે કે આ સરકારી ફંડ છે. પણ એ સરકારી ફંડ છે જ નહિ.
(૩) આ ફંડના આવકજાવકના હિસાબો જાહેર કરવામાં આવતા નથી. વિધાનસભામાં પણ તે રજૂ થતા નથી. થોડાં વર્ષો અગાઉ માહિતી અધિકાર ધારા હેઠળ અરજી કરાઈ ત્યારે પણ તેની માહિતી આપવામાં આવી નહોતી અને એમ કહેવામાં આવ્યું હતું કે આ તો એક ખાનગી ફંડ છે.
(૪) કેટલા પૈસા ફંડમાં દાન પેટે આવ્યા અને તે ક્યારે, કોના માટે અને કયા હેતુ માટે ખર્ચાયા તે જાણવાનો લોકોને અધિકાર છે પણ સરકાર તે અધિકારને માન્ય રાખતી નથી.
(૫) અત્યારે પહેલાં આ ફંડમાં કેટલા પૈસા છે તે સરકાર જાહેર કરે, તેનો ગયા વર્ષનો તથા ચાલુ વર્ષનો વિગતવાર હિસાબ જાહેરખબર આપીને જાહેર કરે. ફંડમાં પૈસા લેવા જાહેરખબરો આપી શકાય તો હિસાબ આપવા પણ જાહેરખબર આપી શકાય.
(૬) ફંડમાં જે પૈસા છે તે કોરોના આપત્તિના નિવારણ માટે કેવી રીતે વાપરવાનું આયોજન છે તે પણ સરકાર જાહેર કરે.
(૭) તત્કાળ કેટલાં નાણાંની જરૂર લાગે છે તેનો સરકાર અંદાજ આપે. તે શાને માટે વપરાશે તે પણ કહે. પછી જ લોકો પાસે પૈસા માગે.
(૮) જ્યારે પણ કોઈ મોટી આપત્તિ આવે છે ત્યારે સરકાર આ ફંડમાં પૈસા ભેગા કરે છે અને વાપરે છે, પણ કદી કરોડો રૂપિયાનો હિસાબ આપતી નથી. આ બાબત પારદર્શિતા અને ઉત્તરદાયિત્વ જેવા સુશાસનના સિદ્ધાંતોનો સરેઆમ ભંગ છે.

હવે બીજો ગંભીર મુદ્દો:

(૧) બંધારણની કલમ-૨૬૭(૨) મુજબ 'ગુજરાત આકસ્મિકતા નિધિ'ની રચના કરવાની હોય. ગુજરાતમાં ૧૯૬૦માં તે માટે કાયદો પણ થયેલો છે. આ નિધિ એટલે કે ફંડમાં રાજ્ય સરકારે પોતાના બજેટમાંથી દર વર્ષે થોડીક રકમ અલાયદી મૂકવાની છે.
(૨) આ ફંડની રકમ કોઈ પણ અણધાર્યા ખર્ચને પહોંચી વળવા વાપરવાની હોય છે એમ બંધારણ કહે છે.
(૩) ગુજરાત સરકાર છેલ્લાં ૨૦ વર્ષથી આકસ્મિકતા નિધિમાં એક રૂપિયાની પણ જોગવાઈ કરતી નથી! જાણે કે ગુજરાતમાં કોઈ આપત્તિ આવવાની જ ના હોય!
(૪) પણ તે હેઠળ થોડીઘણી રકમ તો તે વાપરે જ છે પાછળથી જોગવાઈ કરીને.
(૫) ચાલુ વર્ષના રૂ. ૨.૦૩ લાખ કરોડના બજેટમાં એક પણ રૂપિયો આ ફંડ માટે ફાળવાયો નથી! ૨૦૨૦-૨૧ના ₹ ૨.૧૪ લાખ કરોડના બજેટમાં પણ એક રૂપિયો પણ આકસ્મિકતા નિધિ માટે નથી!
(૬) સામાન્ય લોકો પણ આકસ્મિક સંજોગોને પહોંચી વળવા માટે અલગ બચત મોટે ભાગે ભેગી કરે છે તો સરકાર કેમ આપત્તિઓ આવશે એમ ધારીને અલગથી બજેટમાં રકમ રાખતી નથી, બંધારણમાં જોગવાઈ હોવા છતાં પણ?
(૬) જો રાજ્ય સરકારનું ચાલુ વર્ષનું બજેટ ₹ ૨.૦૩ લાખ કરોડનું હોય તો તેની બે ટકા રકમ પણ ₹ ૪૦૦૦ કરોડ થાય! કોરોના સામે લડવા આટલી રકમ તો સરકાર પાસે છે જ, હોવી જ જોઈએ.
(૭) ગુજરાત સરકાર આકસ્મિકતા નિધિ નહિ રાખીને બંધારણ અને કાયદાનો ભંગ કરી રહી છે એ સ્પષ્ટ છે.
તા. ૨૬-૦૩-૨૦૨૦.

કોરોના વાઇરસની મહામારીનો સમય - આફતને અવસરમાં પલટવાની તક

જી હા!!.. આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના વાઇરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આપણે વિશ્વ આરોગ્ય સંસ્થા અને સરકાર તથા ડોક્ટરો દ્વારા જે સાવચેતીના પગલાં સુચવવામાં આવ્યા છે એનું પાલન કરીએ એ અતિ આવશ્યક છે. અત્યારે જ્યારે એ સર્વ સ્વીકૃત થઈ ગયું છે કે ઘરની બહાર જવાનું નથી અને ઘરમાં પુરાઈને જ રહેવાનું છે ત્યારે એ ગુંગળામણને પોતાની જાતને સુધારવાના એક અવસરની રીતે જોવાની પણ જરૂર છે. આવા અવસરો આવી ઘટનાઓના લીધે કોઈ દિવસ ન આવે એવી આશા રાખીએ. 

આજે જ્યારે સર્વત્ર લોકડાઉનનો માહોલ છે અને પરિસ્થિતિ બહુ કપરી છે ત્યારે ગમા-અણગમા સાથે ઘરમાં જ રહેવું આવશ્યક બની ગયું છે. ધંધા-રોજગાર સર્વત્ર ઠપ્પ છે અને 14 એપ્રિલ સુધી એ બંધ જ રહેશે. ત્યારે સવાલ એ થાય કે આટલા દિવસ ઘરમાં પુરાઈને કરવું શું?? એનો સૌથી સરળ ઉપાય છે કે જે આટલા સમયમાં સાતત્યતાથી અવિરતપણે ન  કર્યું હોય એ કામ. . એટલે કે વાંચન... આપણે હંમેશા ન વાંચવા માટેના બહાના શોધતા હોઈએ છીએ અને પોતાની જાતને ન વાંચી શકવા માટે બેવકૂફ બનાવતા રહેતા હોઈએ છીએ. કોઈ વાર સમય નથી હોતો, નોકરીમાંથી સમય નથી મળતો, કામના લીધે થાકી જવાય છે, મગજ શાંત નથી રહેતું કામના લીધે વગેરે જેવા બહાના આગળ ધરી આપણે છટકી જવાનો પ્રયત્ન કરીએ છીએ. 

ત્યારે આ લોકડાઉનની સ્થિતિમાં હોમ કવોરંટાઇન વખતે અમુક વસ્તુઓ આપણે કરવાના જ છીએ. જેમ કે,
1. વારંવાર ફેસબુક/ઇન્સ્ટા/ટ્વીટર/ટિકટોક સ્ક્રોલ કરવું અને એમાં સ્ટેટસ અપડેટ કરવું, વિડીયો કે પોસ્ટ શેયર કરવી કે પોતાની સ્ટોરી એડ કરવી વગેરે.
2. WhatsAppમાં ચેટ કરવું, સ્ટેટ્સ મૂકવું, વિડીયો કોલ કરવા વગેરે
3. ટીવી સેટ કે મોબાઈલમાં સમાચાર જોવા કે સિરિયલો જોવી કે અન્ય કોઈ રીતે આ રમકડાં સાથે સમય પસાર કરવો. 
4. પોતાની અન્ય કોઈ ટેવો કે વ્યસન હશે એ પ્રમાણે એનું અનુસરણ કરવું.
5. ઘરમાં સભ્યો સાથે ચર્ચા કરીને

આજે જ્યારે આ મહામારીએ આપણને ઘરમાં પુરાઈને પરિવાર સાથે રહેવા મજબૂર કરી દીધા છે ત્યારે એક વસ્તુનો અત્યારે પ્રયોગ કરવા જેવો છે એવો મારો અંગત મત છે. લગભગ 21 દિવસ આપણને કોઈ નવી ટેવ પાડવા અને જુની ટેવ છોડવા માટે પૂરતો સમય કહેવાય. આ સમયમાં તમારે નોકરીએ જવાનું કે થાકવાનું પણ નથી. બસ આખો દિવસ ઉપર ગણાવી એ 5 રીતે જ સમય પસાર કરવાનો છે. ન્યૂઝ પેપર પણ બંધ થઈ ગયા છે ત્યારે ઓનલાઈન કે તમે વસાવેલા પુસ્તક વાંચીને આ આફતના સમયને અવસરમાં પલટવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. અત્યારે ના તો કોઈ ઓફિસનું ટેનશન છે ના તો કોઈ કામનો થાક. (હા આ દિવસો દિવસ પછી કામ ન મળવાનું કે કમાવા ક્યાં જવું એનું ટેંશન તો ખરું!!) 

જો આ 21 દિવસ રોજના ફક્ત 3 કલાક વાંચવાની ટેવ પાડવામાં આવે તો આપણામાં બધું વૈચારિક પરિવર્તન કરવાની બહુ ઉજળી શક્યતાઓ રહેલી છે. તમને જે વિષયમાં રુચિ હોય એ મુજબનું પુષ્કળ વાંચો અને વાંચીને એ પુષ્કળ વાંચનનો સાર લખો. જો 21 દિવસ સતત આ કરી શક્યા તો એક નવી ટેવ પડશે જે જીવનભર કામ લાગશે. આ દરમિયાન કોઈ એવી ટેવ હોય જેને છોડવા માંગતા હોય એ છોડવા માટેનો પણ પૂરતો સમય છે. કોઈ વ્યસન છોડવા માટેનો પણ યોગ્ય સમય. 

શુ આપણે એવું ઇચ્છીએ છીએ કે જ્યારે ભવિષ્યમાં આપણે આ સમય યાદ કરીએ કે કંઈક વાંચન માટે પ્રયત્ન કરીએ ત્યારે આ વેડફેલા સમય માટે આપણને પસ્તાવો થાય?? શુ આપણે એવું ઇચ્છીએ છીએ કે આપણે એ લાગણી લઈને ફરીએ કે આ સમયમાં કંઈ કરી ન શક્યા? સામાન્ય દિવસોમાં જિંદગી બહુ ઝડપભેર આગળ વધતી હોય છે અને એમાં આપણો સમય ક્યાં પસાર થાય છે એનું ભાન જ નથી રહેતું. પણ આ સમયનો મહત્તમ ઉપયોગ કરવાનો આ સૌથી યોગ્ય સમય છે. કવોરંટાઇન રહીને કોઈને ચેપ પણ ન લગાડી શકાય અને આપણાં વર્ષોથી કવોરંટાઇન થયેલા વિચારો અને સવાલોને વ્યક્ત પણ કરી શકાય. 

જો આ દિવસો વેડફાઈ ગયા તો જે લોકો વાંચવાનું શરૂ કરવાની ઈચ્છા ધરાવતા હોય અને જેમની કલમ કંઈક લખવા થનગની રહી હોય એણે આ સમયનો ઉપયોગ કરીને, વાંચીને, લખવાનું ભાથું સંગ્રહી લેવાની અને અને એનો સંગ્રહ કરવાની ટેવ કેળવી લેવાની આ અમૂલ્ય તક જતી ન કરવી જોઇએ. 

એટલે જ પરિવારનું ધ્યાન રાખો, અનિવાર્ય સંજોગો સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળો, ખાંસી કે છીંક વખતે મોઢા આગળ રૂમાલ રાખો, બહાર નિકળતી વખતે શક્ય હોય તો માસ્ક નહીતો રૂમાલ બાંધવાનું રાખો, વારંવાર સાબુથી હાથ ધોવો, ચહેરા અને નાક પર હાથ ન અડાડો અને તબિયત નાદુરસ્ત લાગે તો નજીકના આરોગ્ય કેન્દ્ર કે ડોકટરનો સંપર્ક કરો અથવા 104 હેલ્પલાઇન ડાયલ કરો.

અને હા તમને જેવું ફાવે તેવું, જે ભાષા (સભ્ય)માં આવડે એ ભાષામાં તમારા વિચારો વ્યક્ત કરો અને પુષ્કળ વાંચી આ આફતના સમયને તમારી જિંદગીને બદલવાના અવસરમાં પલટો એવી અભ્યર્થના. નહીતો ઉપર મુજબના બહાના તો જીવનભર છે જ... આ બધામાં એક વાત ખાસ યાદ રાખવા જેવી એ છે કે આ બધું કરતી વખતે આ દેશના લાખો કરોડો લોકો આપણને યાદ રહે જે આવી રીતે નથી લખી શકતા કે નથી વાંચી શકતા અને આ કપરા કાળમાં ઘર છોડવા માટે મજબૂર બન્યા છે. વાંચીને એમના જીવનમાં પરિવર્તન કરવાનો પ્રયાસ કરી શકીએ તો આ લેખે લાગે

ક્યોંકી પઢેગા ઇન્ડિયા તભી તો બઢેગા ઇન્ડિયા... 




Thursday, 26 March 2020

ઉર્વીશ કોઠારીનો બ્લોગ વાંચ્યો..
યુવાલ નોઆ હરારી દ્વારા અંગ્રેજીમાં 20 માર્ચના રોજ financial times માં છપાયેલ આર્ટિકલ “the world after coronavirus” (કોરોના વાઇરસ પછીનું વિશ્વ)નો અદભુત ગુજરાતી અનુવાદ છે અને એ મહેનત કરવા બદલ ઉર્વીશભાઈનો ખૂબ ખૂબ આભાર. (લેખ વાંચવા ક્લિક કરો http://urvishkothari-gujarati.blogspot.com/)

 મુખ્યત્વે સમગ્ર લેખમાં કોરોના વાઇરસ અને સરકાર દ્વારા લેવાનાર નિર્ણયોની સ્થાનિક અને વૈશ્વિક સ્તર પર નાગરિકોના જીવન પીઆર પડનારી આરોગ્ય ઉપરાંતની સામાજીક, સાંસ્ક્રુતિક અને રાજકીય અસરો વિષેની શંકા- કુશંકા વ્યક્ત કરવામાં આવી છે. સમગ્ર લેખ નીચેના ચાર ભાગમાં વહેંચાયેલો છે.

1. શરીરની અંદર સુધીનો ચોકી પહેરો 
2. ઇમરજન્સી પુડિંગ ઉર્ફે ગુંદરીયા કટોકટી 
3. સાબુ-ઇન્સ્પેક્ટર? 
4. વૈશ્વિક આયોજનની જરૂર

 આર્ટીકલમાં જેમ કહેવામા આવ્યું છે તેમ આ મહામારી કદાચ આ પેઢીએ જોયેલી/ અનુભવેલી સૌથી મોટી આફત હશે. આવા સમયમાં સરકાર કેટલા ઝડપી નિર્ણયો લે છે અથવા તો લેવા મજબૂર બને છે અને એ નિર્ણયો કેવી રીતે સ્વીકારવા પડે છે અથવા સ્વીકારવા મજબૂર બનવું પડે છે એનો બહુ સાર્સ ચિતાર આ લેખમાં રજૂ કરવામાં આવ્યો છે. લેખકે કહ્યું છે એમ “આપત્તિના આ સમયમાં આપણે ખાસ તો બે બાબતોમાં પસંદગી કરવાની છે. પહેલી પસંદગી એકહથ્થુ (સરમુખત્યારશાહી પ્રકારની) દેખરેખ અને નાગરિક સશક્તિકરણ વચ્ચેની છે, તો બીજી રાષ્ટ્રની અલગતા અને વૈશ્વિક સાથસહકાર વચ્ચેની.”

 "બધા લોકો ઘરેથી કામ કરવા માંડે ને એકબીજાથી સલામત અંતર રાખીને જ વાત કરતા થઈ જાય તો શું થાય? અને બધી શાળાઓ-યુનિવર્સિટીઓ ઓનલાઇન થઈ જાય તો? સામાન્ય સ્થિતિમાં સરકારો, ધંધાદારીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ આવા પ્રયોગ માટે કદી તૈયાર ન થાય. પણ આ સામાન્ય સ્થિતિ નથી."

“લોકોના સ્માર્ટફોન પર કડક જાપ્તો રાખીને, ચહેરાની ઓળખ કરનારા કેમેરા લાખોની સંખ્યામાં વાપરીને, લોકોને તેમના શરીરનું તાપમાન અને બીજી તબીબી વિગતો તપાસવાની અને તેને સરકારમાં જણાવવાની ફરજ પાડીને, ચીન વાઇરસના વાહકોને ઝડપથી ઓળખી શકે છે, એટલું જ નહીં, તે ક્યાં જાય છે અને કોના સંપર્કમાં આવે છે, તે પણ જાણી શકે છે. ઘણાં મોબાઇલ એપ લોકોને વાઇરસગ્રસ્તોથી નજીદીકીની ચેતવણી આપે છે.”

 “લોકોને પ્રાઇવસી અને આરોગ્ય બેમાંથી એકની પસંદ કરવાનું કહેવામાં આવે તો લોકો આરોગ્ય જ પસંદ કરશે”

 આવા કેટલાય તર્કબધ્ધ સવાલો અને સંભાવનાઓ તથા આપણને વિચારવા મજબુર કરી દે એવો અદભુત આર્ટીકલ હરારી દ્વારા લખવામાં આવ્યો છે જે વાંચીને અમુક સવાલ જેવા કે, જે ટેક્નોલોજી માનવ સભ્યતાને મુક્ત કરવા અને તકલીફ વગરનું સરળ જીવન જીવવા માટે વિકસાવવામાં આવેલી એ શું એના પર ખરી ઉતરી છે? આપણા જીવનને આ ટેક્નોલોજી સરળતા પ્રદાન કરી શકશે? ખામી ટેકનોલોજીમાં છે કે એના ઉપયોગ કરવાની નિયતમાં? શું આપણે આ દિશામાં વિચારી શકીશું ખરા? મુળે, ટેક્નોલોજી, હાલની મહામારી, અને આ મહામારીથી બચવાના ઉપાયોની આવનારા દિવસોમાં નાગરિક સમાજના રોજબરોજના જીવન પર પડનારી અસરો અને ઉપાયોના ખરાબ નિયત સાથે કરાયેલા દુષ્પરિણામોનો ચિતાર પૂરો પાડતો આ લેખ છે. દરેકે વાંચવા અને વિચારવા જેવો લેખ....