સવાલ કઈ પાર્ટીના નેતા કે વ્યક્તિવિશેષને સજા થઈ એનો છે જ નહીં.
એક ઉદાહરણરૂપ ઘટના:-
જે બંધારણીય માર્ગે લડાઈની આપણે વાત કરીએ છીએ એ જ બંધારણીય માર્ગે અમે આગોતરી જાણ કરીને કોઈના જમીનના અધિકાર માટે વર્ષ 2017 માં મહેસાણાથી ધાનેરા સુધી રેલી દ્વારા અમારો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો.
પરંતુ, અમારી રેલીમાં અન્ય સમાજના લોકો હુમલો કરશે એવી પોલીસને દહેશત થતા રેલીની આપેલી મંજુરી રદ કરી દીધેલ. હદ તો એ છે કે અમારી સામે જ ફરિયાદ કરીને અમને જ દોષિત સાબિત કરીને 3 મહિનાની જેલની સજા કરવામાં આવી. આટલેથી અટકે તો તાનાશાહોની તાનાશાહી લજવાતી હોય એમ સરકાર આ સજા 6 મહિના કરવાની માંગ સાથે અપીલમાં ગઈ.
સવાલ એ છે કે-
1. પોલીસને એમના ગુપ્તચર મારફતે ખબર હતી કે અન્ય સમાજના લોકો આ રેલીમાં હિંસા ફેલાવવાનો પ્રયત્ન કરશે જ તો અમારી મંજુરી રદ કરવાની હોય કે જે લોકો હિંસા ફેલાવવાના હતા એમની અટકાયત કરવાની હોય?
2. શું પ્રધાનમંત્રી આવવાના હોય અને કોઈ વિરોધ કરવાનું હોય તો પ્રધાનમંત્રીનો પ્રવાસ બંધ રાખવામાં આવે છે કે જે વિરોધ કરવાનું છે એની અટકાયત કરવામાં આવે છે?
3. શું પોલીસ એટલી કમજોર છે કે આ રીતે કોઈ હિંસા ફેલાવવાનું હોય એને પકડી ના શકે અને જેની ઉપર હિંસા થવાની હોય એને જ આરોપી બનાવીને ફરિયાદ દાખલ કરી દે?
4. આમાં શાંતિપૂર્ણ રીતે ભેગા થવાનો જે બંધારણીય અધિકાર છે એનું હનન પોલીસ દ્વારા જ કરવામાં નથી આવતું?
5. શાસક પક્ષથી વિરુદ્ધની વિચારધારાના જીગ્નેશ મેવાણી અને કન્હૈયા કુમાર સહિતના લોકો આ રેલીમાં સામેલ હતા એટલે ખોટો કેસ કરીને ફસાવવા ગમે તે હદે જવાનું?
મુળ સવાલ સંસ્થાઓની સ્વતંત્રતાનો છે. લોકશાહીનો પાયો આવી સંસ્થાઓની સ્વતંત્રતા પર નિર્ભર છે. નહીંતો લોકશાહી ફક્ત કાગળ ઉપર અને આપણે બંધારણ દિવસ ઉજવતા રહી જઈશું.
શું આઝાદીના અમૃત મહોત્સવ ઉજવતા નેતાઓએ દેશની બંધારણીય સંસ્થાઓના પહેરેદારોનું મોઢું સોનાની સાંકળોથી સીવી લીધું છે?
જે લોકો પોતાના પ્રશ્નોનું સમાધાન આ બંધારણીય સંસ્થાઓ મારફતે શોધે છે એના માટે આ ખતરાની ઘંટડી છે.
#Constitution #institution #judiciary
- સુબોધ
.jpeg)
.jpeg)
.jpeg)

