Thursday, 29 April 2021

નવી ABCD

 H for Hindu 

M for Muslim and Mandir

E for Elections 


કરવાની જગ્યાએ હવે

H for Hospitals

M for Medical facility

અને 
E for Education

કરવાની બહુ તાતી જરૂરિયાત છે.

-સુબોધ
30/03/2021
10:20 AM

Friday, 23 April 2021

ભીતરના આતંકવાદીઓ

 કોવિડ જેવી મહામારીના સમયે પણ ઑક્સિજન, અનાજ અને દવાની કાળાબજારી અને તસ્કરી કરતાં લોકો દેશની ભીતરના આતંકવાદીઓથી ઓછા નથી. જે પોતાના અંગત સ્વાર્થ માટે કેટલાયના જીવ જોખમમાં મુકી રહ્યા છે. 

અમુક લોકો ધર્મ માટે લોકોનો જીવ લે છે અને અમુક લોકો પૈસા માટે લોકોનો જીવ જોખમમાં મુકે છે. 

Sunday, 4 April 2021

મનાવી લે મને હું સાવ નાના બાળ જેવો છું...


તું ડગ ભરવાની હિમ્મત કર, ઊતરતા ઢાળ જેવો છું,

મનાવી લે મને, હું સાવ નાના બાળ,જેવો છું.

આ દરિયાની ગહનતા માપવાનું સાવ છોડી દે,

તું મારામાં ઊતર,હું સાતમા પાતાળ જેવો છું.

મને માણીજો પારાવાર શીતળતાના સંદર્ભે,

હું કડવો છું પરંતુ લીમડાની ડાળ જેવો છું.

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,

ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,

લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,

એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.


ખલીલ ધનતેજવી સાહેબને એમની જ રચના દ્વારા એમના ઓચિંતી વિદાયની વેળાએ ભાવપૂર્ણ આદરાંજલી.... 

Monday, 29 March 2021

वह जन मारे नहीं मरेगा

जो जीवन की धूल चाट कर बड़ा हुआ है
तूफ़ानों से लड़ा और फिर खड़ा हुआ है
जिसने सोने को खोदा लोहा मोड़ा है
जो रवि के रथ का घोड़ा है
वह जन मारे नहीं मरेगा
नहीं मरेगा
 
जो जीवन की आग जला कर आग बना है
फौलादी पंजे फैलाए नाग बना है
जिसने शोषण को तोड़ा शासन मोड़ा है
जो युग के रथ का घोड़ा है
वह जन मारे नहीं मरेगा
नहीं मरेगा

- केदारनाथ अग्रवाल 

બધું જ તમારું

તમારું માઇક
ભાષણ તમારું અને
નિર્ણય પણ તમારો
તમે સમજો અમને જાજરૂ
જ્યાં તમે દરેક વખતે આવીને તમારા વૈચારિક મળની કરી જાવ મૂડીવાદી હાજત
અમારે વળી રહેવાનું વાંકા
પોલીસ વાળા મારે અમને ધોકા
તોય તમારા માટે તો આ બધા ખાલી રાજનીતિ કરવાના જ મોકા
રાત્રે આઠ વાગે તમે ધોળી દાઢીમાં આવીને કરી દો ફરમાન
અને પછી તમારા ભક્તો મંડી પડે સાહેબનું કહ્યું માન સાહેબનું કહ્યું માન સાહેબનું કહ્યું માન
એમનું માનવામાં નથી રહ્યું અમારી જિંદગીનું કોઈ ભાન
તોય તમારા સાહેબની ઠેકાણે નથી આવી શાન