Tuesday, 28 February 2023

કોલેજ કેમ્પસનું વાતાવરણ અમુકવાર ગુંગળાવે છે!

 હાલ એક સાથીનો ફોન આવ્યો. કોલેજની ફી દિવસ લેટ ભરી એમાં એમના પ્રિન્સીપાલ દ્વારા દબાણ કરવામાં આવે છે અને મહેણાં મારવામાં આવે છે કે મફતમાં ભણો છો તો પણ ફી લેટ કેમ ભરો છો? તારે કોલેજમાં જ નહીં પ્રવેશવાનું કે કોઈ લેકચર પણ નહીં ભરવાના. 


પ્રશ્ન એ હતો કે એ વિદ્યાર્થીની સ્કોલરશીપ લેટ આવેલી એટલે ફી ભરવામાં લેટ થઈ ગયેલું. 


હવે મુંઝવણ એ છે કે એ વિદ્યાર્થીએ મને એની વ્યથા તો કહી પણ જો હું એ પ્રિન્સીપાલ જોડે વાત કરીશ તો એમનો 'ઈગો' 'હર્ટ' થઈ જશે અને એ વિદ્યાર્થીને હવેના છત્રમાં હેરાનગતિ થશે એ ચોક્કસ છે. 


ફી ભરવાના આ જ દમનચક્રમાંથી હું પણ પસાર થયેલો છું. ક્લાર્કથી લઈને ટ્રસ્ટી સુધીના ચક્કર કાપતો હતો વાયા અમારા કોલેજના પ્રિન્સિપાલ અને લાચારી વેઠતો ઉભો રહેતો ટ્રસ્ટી સમક્ષ. 


હાલના વિદ્યાર્થીની મનોદશા સમજી શકાય એમ છે. પ્રિન્સીપાલને વાત કરવાનું સાહસ ખેડવા સિવાય કોઈ રસ્તો દેખાતો નથી. પડશે એવા દેવાશે!


-સુબોધ કુમુદ