Saturday, 4 March 2023

ગુજરાત સરકારના મુખ્યમંત્રી અને નેતાઓ જડતા અને સત્તાની ચરબીના ભરેલા છે!

તાજેતરમાં જ તમિલનાડુમાં બિહારના શ્રમિકોની આંગળીઓ કાપવાની ઘટનાના અહેવાલને પગલે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે તપાસ માટે ચાર સભ્યોની ટીમ મોકલી આપી. પરંતુ, IIT Bombay ખાતે અભ્યાસ કરતા ગુજરાતના પુત્ર દર્શન સોલંકીએ ભેદભાવને કારણે આત્મહત્યા કરી લેવાનો આરોપ છે એ કેસમાં ન્યાય માટે 5000 માણસોની રેલી કરવા છતાં રાજ્યના મુખ્યમંત્રી કે અન્ય કોઈ મંત્રીના પેટનું પાણી નથી હલતું. 

કિશન ભરવાડના મૃત્યુ વખતે બીજા જ દિવસે જઈને ગૃહમંત્રીએ પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી દીધેલી. કદાચ એ સંવેદનાઓનું પ્રમાણ એટલું વધારે હશે કે દર્શન સોલંકીના પરિવાર માટે કંઈ બચ્યું નહીં હોય. 

ભાનુભાઈ વણકરને જ્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા ત્યારે પણ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીનગરમાં હતા પણ એમની પાસે ખબર પૂછવાનો સમય નહોતો. 

રાજ્યના નાગરીકો પણ દર્શનની ઘટના મુદ્દે ચુપ્પી સેવી લેશે. તમારા રાજ્યનો એક હોનહાર દીકરો આવી કહેવાતી પ્રતિષ્ઠિત સંસ્થામાં અભ્યાસ કરતો હોય અને આ રીતે અપમૃત્યુના કિસ્સામાં જ્યારે એનો પરિવાર ન્યાયની માંગણી કરતો હોય અને તમે એમાં ઉભા ન રહી શકો તો શેના ખમીરવંતા ગુજરાતી તમે? 

બિહારના મુખ્યમંત્રીને એના રાજ્યના નાગરિકોની ચિંતા છે જ્યારે ગુજરાતમાં નાગરિકોની ચિંતા મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જાતિ જોઈને કરવાના છે? મુખ્યમંત્રી આ ઉદ્દે મૌન તોડીને રાજકીય લાભ લેવા માટે પણ કંઈ ના બોલી શકે? 

આટલા મૃદુ મુખ્યમંત્રી પણ નથી જોઈતા..


-સુબોધ કુમુદ

#justicefordarshansolanki

No comments:

Post a Comment