ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની શહાદતને સલામ...
વારેવારે ભગતસિંહવાળી કરવાની જ્યારે કોઈ વાત કરે ત્યારે બહુ હાસ્યાસ્પદ લાગે છે. ભગતસિંહ વાળી કરવી એ બહુ હિંમતનું અને વિચારનું કામ છે.
ભગતસિંહવાળી એટલે માત્ર હિંસા નહીં.
ભગતસિંહવાળી એટલે ..
1.ઇંકલાબ ઝીંદાબાદ કહીને સામ્રાજ્યવાદ મુરદાબાદ કહેવું અને એ પ્રમાણે પ્રયત્નો કરવા,
2. 19 વર્ષે અસ્પૃશ્યઓની સમસ્યા વિશે લખવું અને જ્ઞાતિવ્યવસ્થાની નાબુદી માટે ખુલ્લેઆમ વિચારો રજુ કરવા,
3. હું નાસ્તિક કેમ છું કહીને ઈશ્વરના અસ્તિત્વને પડકાર ફેંકવો,
4. પોતાના જેલની સફાઈ કરવા આવતા બેબે ને પોતાની માં માનીને એના હાથની રસોઈની માંગણી કરવી,
5. જે વધારે શોષણ કરી શકે એની સત્તા તથા મુડી એ ખ્યાલનો વિરોધ,
6. ખેડુતો અને મજુરોના હાથમાં રાજસત્તાનું સ્વપ્ન,
7. ધર્મના નામે હિન્દુ-મુસ્લિમની લડાઈ કરાવતા તત્વો સામે બંડ પોકારવું,
8. દેશના સંસાધનોને લુંટી જનારા તત્વો સામે બળવો કરીને એની જરૂરિયાતમંદોમાં સમાન વહેંચણી કરાવવી,
9. ક્રાંતિની તલવાર વિચારોથી તેજ થાય છે તથા બૉમ્બ અને પિસ્તોલોથી ક્રાંતિ નથી આવતી એમ માનવું,
10. હસતા મોઢે ફાંસીના માંચડે ચઢી જવું પણ પોતાના જીવની ભીખ માટે માફીનામું કે કાકલૂદી ના કરવી,
11. બહેરાઓને સંભળાવવા માટે ઉંચેથી બોલવાની હિંમત બતાવવી,
અને છેલ્લે
12. ભગતસિંહ વાળી એટલે જેલની અંદર મહિનાઓ સુધી અન્નના દાણા વગર ફક્ત અંગ્રેજોની માર ખાઇને જીવતા રહેવાની હિંમત.
ભગતસિંહવાળી કરવી એ સહેલી નથી. ભગતસિંહ એક વિચાર છે - અન્યાયી શોષણવ્યવસ્થા સામેનો. બાબાસાહેબની જેમ ભગતસિંહ અને એમના સાથીઓને ફુલહાર ચઢાવવના નામે એમના વિચારોને અંજલિ આપી દેતા તત્વોને ઓળખી લેવાની જરૂર છે.
ભગતસિંહ જીવતા હોત તો મંદિર મસ્જિદ કરનારા અને તોફાની તત્વોને કપડાંથી ઓળખનારો રાજનેતાઓને જોઈને એમની પહેલા ફાંસીના માંચડે ચઢનાર અશફાકઉલ્લા ખાનને યાદ કરીને જરૂર દુઃખી થયા હોત.
ભગતસિંહની સાથે મજબુતીથી ઉભા રહી અંગ્રેજોના સામ્રાજ્યવાદ સામે હસતે મોઢે ફાંસીનો ગાળિયો વહાલો કરનાર સુખદેવ, રાજગુરુને વંદન.
#BhagatSingh #Sukhdev #Rajguru #martyrs
.jpeg)
No comments:
Post a Comment